તારીખ:- 26/02/2026જસરાઆજરોજ અદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત અદ્વૈત વિદ્યામંદિર જસરા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ લાખણી શાખા દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપવામાં આવેલ.આજથી ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સની વાર્ષિક પરીક્ષામાં અદ્વૈત વિદ્યાસંકુલ જસરા ખાતે અને સરકારી સાયન્સ સ્કૂલ લાખણી ખાતે ભારતીય સંસ્કૃતિ અને વૈદિક પરંપરા મુજબ મંત્રોઉચ્ચાર કરીને કંકુ તિલક અને સ્વસ્તિક કરીને ગોળથી મોં મીઠુ કરાવીને દરેક વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ અને પેન આપી શુભકામનાઓ આપવામાં આવેલ. ડૉ. મનોજભાઈ દવે દ્વારા પરીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો જણાવી નિર્ભય બની પરીક્ષા આપી શ્રેષ્ઠ પરિણામ લાવવાના શુભ આશિષ આપેલ.કાર્યક્રમમાં અદ્વૈત વિદ્યાસંકુલના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ મનોજભાઈ દવે, સાયન્સ વિભાગના આચાર્ય પાર્થભાઈ ગુરુદેવ, મિહિરભાઈ મોંઢ તેમજ લાખણી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદની સંપૂર્ણ ટીમ અને બોર્ડ દ્વારા નિયુક્ત તમામ શિક્ષકો હાજર રહેલ.આભાર સહઅદ્વૈત વિદ્યાસંકુલ જસરા