તારીખ:- 20/02/2026અદ્વૈત આર્ટ્સ કોલેજ, જસરા

આજરોજ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને અદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત અદ્વૈત આર્ટ્સ કોલેજ જસરાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ.
આજના કાર્યક્રમમાં ડૉ. મનોજભાઈ દવે – મેનેજીંગ ડાયરેક્ટર અદ્વૈત વિદ્યાસંકુલ જસરા, દિલીપસિંહ સોઢા- આચાર્યશ્રી લોકનિકેતન વિદ્યામંદિર લવાણા, પરબતભાઈ નાયી – કવિશ્રી અને શિક્ષકશ્રી લાખણી, દિલીપસિંહ રાજપૂત ગેળા, ગૌતમભાઈ દવે શિક્ષકશ્રી અદ્વૈત વિદ્યામંદિર જસરા તેમજ ગોવિંદભાઈ પ્રજાપતિ પ્રોફેસરશ્રી અદ્વૈત આર્ટ્સ કોલેજ જસરા તેમજ કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહેલ.
કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ મુજબ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવેલ. ડૉ. મનોજભાઈ દવે દ્વારા મહેમાનોનું શાબ્દિક અને પુસ્તક આપી સ્વાગત કરવામાં આવેલ.
કાર્યક્રમની શરૂઆતમાં ગૌતમભાઈ દવે દ્વારા અમે રે ગુજરાતી જેવી સ્વ રચિત કવિતાઓ રજૂ કરી. પરબતભાઈ નાયીએ પોતાની વાવેસી કવિતાઓ સાથે માતૃભાષાની સમજ આપી. દિલીપસિંહ રાજપૂતએ વાવ થરાદનું અનેરું મહત્વ પોતાના દુહા અને છંદમાં વર્ણન કરેલ અને દુહાઓ દ્વારા બધાને મંત્ર મુગ્ધ કર્યા. ગોવિંદભાઈ પ્રજાપતિએ પોતાના સ્ટેજ સંચાલન સાથે સાથે કાગવાણી અને જુદા જુદા સાહીત્યો અને લોકવાર્તાઓ દ્વારા બધાને અનેરી રીતે જ માતૃભાષાનું મહત્વ સમજાવેલ. દિલીપસિંહ સોઢા સાહેબ દ્વારા આપણા જીવનમાં માતૃભાષાનું મહત્વ અને તેની જરૂરિયાતની સમજ સાથે સાથે સાહિત્યની ઊંડી વાતો કરેલ તેમજ સાહિત્યને રવાડે ચડાવતા છીછોરા કવિઓ પર કટાક્ષ પણ કરેલ. કાર્યક્રમના અંતે ડૉ. મનોજભાઈ દવે દ્વારા આભારવિધિ સાથે સાથે માતૃભાષાના બચાવની હાંકલ કરેલ.
કાર્યક્રમનું સફળતા પૂર્વક સંચાલન પ્રોફેશર ગોવિંદભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે મારી ભાષા મારી માતૃભાષા અંતર્ગત સૌએ માતૃભાષામાં હસ્તાક્ષર કરીને સૌ છુટા પડેલ.
આભાર
અદ્વૈત આર્ટ્સ કોલેજ, જસરા

oplus_32
oplus_32
oplus_32
oplus_32
oplus_32
oplus_32
oplus_32
oplus_32
oplus_32
oplus_32
oplus_32
oplus_32
oplus_32
oplus_32
oplus_32
oplus_32