નમો લક્ષ્મી શિષ્યવૃતિ યોજના

ગુજરાતની જાહેર જનતાને નમ્ર અપીલ.................... ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગની સરહાનીય પહેલ.................. નમો લક્ષ્મી........નમો લક્ષ્મી.........નમો લક્ષ્મી........... થોડું આ યોજનાના લાભ વિશે.... ધોરણ ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી રાજ્યની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે જેમાં આ યોજનામાં કોઈ જ્ઞાતિ સાથે સંબંધ નથી આપની દીકરીને અન્ય કોઈપણ પ્રકારની શિષ્યવૃત્તિ મળતી હશે તો પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે ધોરણ 9 થી 12 એમ ચાર વર્ષ દરમિયાન કુલ 50,000 રૂપિયા જેવી માતબર રકમ શિષ્યવૃતિ પેટે આપની દીકરીના મમ્મીના ખાતામાં જમા થશે જુન 2024 થી જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે દર મહિને નિશ્ચિત થયેલી રકમ દીકરીની મમ્મીના ખાતામાં જમા થશે આપની દીકરીએ જો ગુજરાત રાજ્યની કોઈપણ સરકારી કે ગ્રાન્ટેડ કે શાળામાં ધોરણ - આઠ(૮) માં અભ્યાસ કરેલો હોય અથવા નોન ગ્રાન્ટેડ શાળામાં આરટીઇ અંતર્ગત પ્રવેશ મેળવેલ હોય અને ધોરણ 1 થી 8 નો અભ્યાસ કરેલો હોય અને હાલ ધોરણ નવ માં અભ્યાસ કરતી હોય તો આવકના દાખલા ની જરૂરિયાત નથી જો આપની દીકરીએ ધોરણ - આઠ (8) માં નોન ગ્રાન્ટેડ/સેલ સેલ્ફ ફાઇનાન્સ શાળામાં અભ્યાસ કરેલો હોય તો છ(૬) લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી આધારો...... ૧)દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનું પ્રમાણપત્ર ૨)દીકરીનું આધારકાર્ડ ૩)દીકરીના માતાનું આધારકાર્ડ ૪) માતાનું બેન્ક એકાઉન્ટ પાસબુક ના પ્રથમ પેજ ની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેક ૫)માતા ન હોવાના કિસ્સામાં દીકરીના બેન્ક એકાઉન્ટ પાસબુક ના પ્રથમ પેજ ની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેક ૬) જો દીકરીએ ધોરણ - આઠ (8) માં સેલ્ફ ફાઈનાન્સ શાળામાં અભ્યાસ કરેલો હોય તો વાલીની ૬ લાખ સુધીની આવકનો દાખલો(ગુજરાત સરકાર દ્વારા માન્ય નમૂનાનો) ખાસ સૂચના: અત્રે જન ધન યોજના અંતર્ગત ખોલાવેલ બેન્ક એકાઉન્ટ પણ માન્ય રહેશે આપની દીકરીએ ધોરણ આઠ (8) માં સેલ્ફ ફાઈનાન્સ શાળામાં અભ્યાસ કરેલો હોય તો દીકરીના વાલીની/કુટુંબની તમામ સાધનોની મળીને વાર્ષિક આવક રૂપિયા 6 લાખથી વધારે ન હોવી જોઈએ આ યોજનાનો નિયમિતપણે લાભ લેવા માટે આપની દીકરીની શાળામાં ૮૦ ટકા હાજરી હોવી અનિવાર્ય છે જો આપ ઉપરોક્ત ક્રાઈટેરિયામાં આવતા હોય અને રાજ્યની ગુજરાત બોર્ડની કોઈપણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કે સીબીએસસી બોર્ડની માધ્યમિક એ ઉચ્ચતર માધ્યમિક શાળા આ યોજનાનો લાભ આપની દીકરીને આપવામાં ઉદાસીનતા દાખવે તો સત્વરે જે તે જિલ્લાની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો સંપર્ક કરવો આ યોજના વિશે વધુ જાણકારી માટે પરિપત્ર સામેલ છે આપના મોબાઇલમાં સેવ કરેલા તમામ નંબર તેમજ જેટલા પણ ગ્રુપ હોય તેટલા તમામ ગ્રુપમાં આ પરિપત્ર અને મેસેજને શેર કરી સમાજની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ અપાવવા આપનું એક ભગીરથ કાર્ય આ યોજનાની સો ટકા સીધી ગણાશે આપ જરૂરિયાતમંદ વાલીને બેંક એકાઉન્ટ ખોલવામાં તેમજ આવકના દાખલા કઢાવવામાં મદદરૂપ થશો અને સમાજની તમામ દીકરીઓને સરકારશ્રીની આ યોજનાનો લાભ અપાવવામાં મદદરૂપ થશો તો મનુષ્ય સ્વરૂપે ઈશ્વર ૧૦૦ ટકા આશીર્વાદ અને દુવાઓ આપશે જેની પાકી ગેરંટી સાથે.........

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Admission Photos Live Popup Photos